વિદ્યુત અને ચુંબકત્વનું એકીકીકરણ શું છે ?

વિદ્યુત અને ચુંબકત્વ નું એકી કીકરણ શું છે ?



  • પ્રાચીન સમયમાં વિદ્યુત અને ચુંબકત્વ બે જુદા વિષયો ગણાતા હતા.
  • વિદ્યુત કાચના સળિયા, બિલાડીના ફર, બેટરીઓ, વીજળી એ બધામાં વિદ્યુતભારો અંગેની વાત કરતું જ્યારે ચુંબકત્વ ચુંબકની, લોખંડના ભુકા, ચુંબકીય સોય વગેરે સાથેની આંતરક્રિયા વિશેની સમજૂતી આપતું હતું।
  • 1820 માં ડેનમાર્કના વિજ્ઞાની ઓસ્ટેડને જણાયું કે, ચુંબકીય સોયની નજીક (ઉપર કે નીચે) મુકેલા તારમાંથી વિદ્યુતપ્રવાહનું વહન કરતા ચુંબકીય સોયનુ કોણાવર્તન થાય છે.
  • એમ્પિયર અને ફેરેડે આ અવલોકનને એમ કહીને સમર્થન આપ્યું કે ગતિમાન વિદ્યુતભારઓ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને ગતિમાન ચુંબકો વિદ્યુત ઉત્પન્ન કરે છે.
  • જ્યારે સ્કોટલેન્ડના ભૌતિકવિજ્ઞાની મેક્સવેલ અને ડચ ભૌતિકવિજ્ઞાની લોરેન્ટઝે રજુ કરેલ સિદ્ધાંતમાં તેમણે આ બે વિષયોનું એકબીજા પરનું અવલંબન દર્શાવ્યું છે ત્યારે એકીકરણ સિદ્ધ થયું હતું આ ક્ષેત્રને વિદ્યુત ચુંબકત્વ કહે છે.
  • આપણી આસપાસ બનતી મોટાભાગની ઘટનાઓ વિદ્યુત ચુંબકત્વ દ્વારા સમજાવી શકાય છે આપણે વિચારી શકીએ તેવું દરેક બળ - જેમ કે, ઘર્ષણ , દ્રવ્યને એકસાથે જકડી રાખનાર પરમાણુઓ વચ્ચે નું રાસાયણિક બળ અને સજીવોના કોષમાં આકાર લેતી પ્રક્રિયાઓને રજુ કરતા બળો વિદ્યુતચુંબકીય બળમાંથી ઉદભવે છે. વિદ્યુતચુંબકીય બળ એ કુદરતના મૂળભૂત બળોમાંનું એક છે.
  •   યંત્ર શાસ્ત્રમાં ન્યુટનના ગતિના સમીકરણો અને ગુરુત્વાકર્ષણ જે ભાગ ભજવે છે તેવો જ ભાગ પ્રચલિત વિદ્યુતચુંબકત્વ માં, મેક્સવેલે રજુ કરેલા ચાર સમીકરણો ભજવે છે. તેણે એવી પણ દલીલ કરી કે, પ્રકાશ વિદ્યુતચુંબકીય પ્રકૃતિ ધરાવે છે અને તેની ઝડપ, માત્ર વિદ્યુત અને ચુંબકીય માપનો પરથી મેળવી શકાય છે. તેણે જણાવ્યું કે, પ્રકાશનું વિજ્ઞાન વિદ્યુત અને ચુંબકત્વ સાથે ગાઢ રીતે સંકળાયેલું છે.
  • વિદ્યુત અને ચુંબકત્વનું મનોવિજ્ઞાન આધુનિક સંસ્કૃતિનો પાયો છે.
  • વિદ્યુત પાવર, દૂર સંચાર, રેડિયો અને ટેલિવિઝન અને બીજા આપણા રોજિંદા જીવનમાં વપરાતા અનેક ઉપકરણો આ વિજ્ઞાનના સિદ્ધાંતો પર રચાયેલા છે.
  • ગતિમા રહેલા વિદ્યુતભારિત કણો વિદ્યુત અને ચુંબકીય બંને બળો લગાડે છે, તેમ છતાં જે નિર્દેશ ફ્રેમમાં બધા વિદ્યુતભારઓ સ્થિર છે તેમાં બળો માત્ર વિદ્યુતીય હોય છે.
  • તમે જાણો છો કે ગુરુત્વબળ એ ગુરુ અવધિ બળ છે.
  • જ્યારે કણો વચ્ચેનું અંતર ખૂબ મોટું હોય ત્યારે પણ તેની અસર જણાય છે, કારણ કે  આ બળ આંતર ક્રિયા કરનારા પદાર્થો વચ્ચેના અંતરના વર્ગનાં વ્યસ્ત પ્રમાણમાં ઘટે છે વિદ્યુત બળ પણ એટલું જ સર્વ વ્યાપી અને ગુરુત્વ બળ કરતાં મૂલ્યના કેટલાય ગણું વધુ પ્રબળ છે.