Charles Augustin De Coulomb ચાર્લ્સ ઑગસ્ટીન દ કુલંબ

ચાર્લ્સ ઑગસ્ટીન દ કુલંબ( Charles Augustin De Coulomb) (1736-1806)

ફ્રેન્ચ વૈજ્ઞાનિક કુલંબે તેની કારકિર્દી વેસ્ટ ઇન્ડીઝમાં એક મિલિટરી એન્જિનિયર તરીકે શરૂ કરી હતી.
1776માં તે પેરિસ પાછા આવ્યા અને એક નાની જાગીરમાં નિવૃતિનો ઉપયોગ વૈજ્ઞાનિક સંશોધનમાં  કર્યો।
તેણે બળનું મૂલ્ય માપવા માટે વળ - તુલાની શોધ કરી અને નાના વિદ્યુત ભારિત ગોળા વચ્ચે લાગતા આકર્ષણ અને અપાકર્ષણના વિદ્યુતબળો નક્કી કરવા તેનો ઉપયોગ કર્યો।


આ રીતે 1775માં તેણે વ્યસ્ત વર્ગનો સબંધ મેળવ્યો, જે હવે કુલંબના નિયમ તરીકે જાણીતો છે.
અગાઉ પ્રિસ્ટલી (priestly) અને કેવેન્ડીશે પણ આ નિયમનું પૂર્વાનુમાન કરેલ હતું, જો કે કેવેન્ડિશએ તેના પરિણામ કદી પ્રકાશિત કર્યા ન હતા. કુલંબે સજાતીય અને વિજાતીય ચુંબકીય ધ્રુવો વચ્ચે પણ બળનો વ્યસ્ત વર્ગનો નિયમ શોધ્યો હતો.