કાઉન્ટ એલેઝાન્ડ્રો વોલ્ટા (Count Alessandro volta ) (1745-1827)
તે ઇટાલિયન ભૌતિક વૈજ્ઞાનિક અને પેવીઆ ખાતે પ્રોફેસર હતા.
વોલ્ટા (volta)એ એમ સ્થાપિત કર્યું કે લુઇગી ગેલવેની (1737-1798 )ને દેડકાની સ્નાયુ પેશીને બે જુદી-જુદી ધાતુઓની પ્લેટોના સંપર્કમાં રાખવાથી જોવા મળેલી પ્રાણીજ વિદ્યુત, પ્રાણીના સ્નાયુના કોઈ વિશિષ્ટ ગુણધર્મને લીધે નથી પરંતુ દબે જુદી જુદી ધાતુઓની વચ્ચે કોઈ ભીના દ્રવ્યને રાખવાથી પણ હંમેશા ઉત્પન થાય છે.
આ પરથી તેણે સર્વ પ્રથમ વોલ્ટેક પાઇલ (voltech) અથવા બેટરી બનાવી જે ધાતુની તકતીઓ (ઇલેક્ટ્રોડ્સ) વચ્ચે સેન્ડવીચ કરેલી કાર્ડબોર્ડની ભીની તક્તીઓ (ઇલેક્ટ્રોલાઇટ)ની મોટી થપ્પીની બનેલી હતી.