ગુસ્તાવ રોબર્ટ કિર્ચોફ (Gustav Robert Kirchhoff) (1824-1887)
એક જર્મન વૈજ્ઞાનિક છે. તેઓએ હેડલબર્ગ યુનિવર્સિટી અને બર્લિન ખાતે પ્રાધ્યાપક તરીકેની ફરજ બજાવેલ છે.
તેમના મુખ્ય સંશોધનના વિષય એ સ્પેકટ્રોસ્કોપી (spectroscopy) માટે જાણીતા છે.
તેમણે ગાણિતીય ભૌતિક વિજ્ઞાનમાં પણ અગત્યના યોગદાન કરેલ છે.
તેઓએ પરિપથો માટે આપેલા કિર્ચોફના પ્રથમ અને દ્વિતીય નિયમો નોંધપાત્ર છે.
કિર્ચોફનો પ્રથમ નિયમ:- "જંકશન પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો શૂન્ય હોય છે." આ નિયમ વિદ્યુતભારના સંરક્ષણના નિયમનું પાલન કરે છે.
કિર્ચોફનો દ્વિતીય નિયમ:- "કોઈપણ બંધ પરિપથમાંના અવરોધો અને તેમને આનુંસંગીક વિદ્યુત પ્રવાહના ગુણાકારનો સરવાળો એ તે બંધ પરિપથમાં લાગુ પડેલ emf (વિદ્યુતકોષ)ના સરવાળા જેટલો હોય છે." એટલે કે "અવરોધો અને વિદ્યુતકોષો ધરાવતા કોઈપણ બંધગાળામાં વિદ્યુતસ્થિતિમાનના ફેરફારોનો બૈજીક સરવાળો શૂન્ય હોય છે."
આ નિયમ બંધ પરિપથમાં વિદ્યુતસ્થિતિમાનની એક મૂલ્યતા દર્શાવે છે અને આ નિયમ ઉર્જા સરક્ષણ ના નિયમનું પાલન કરે છે.