હાન્સ ક્રિશ્ચિયન ઓંસ્ટેડ (Hans christian oersted) (1777-1851)
હાન્સ ક્રિશ્ચિયન ઓંસ્ટેડએ ડેનિશ ભૌતિકશાસ્ત્રી અને રસાયણશાસ્ત્રી તરીકે ઓળખાય છે. તેઓ કોપનહેગનમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા.
તેઓ જ્યારે વિદ્યાર્થીઓને પ્રયોગશાળામાં પ્રયોગ કરાવતા હતા ત્યારે તેમણે અનુભવ્યું કે વિદ્યુત પ્રવાહ ધારિત તાર પાસે ચુંબકીય સોય લાવતા તે કોણાવર્તન અનુભવે છે.
આ અનુભવ તેમને આકસ્મિક રીતે જ થયો હતો. આમ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનું સૌપ્રથમ અવલોકન હાન્સ ક્રિશ્ચિયન ઓંસ્ટેડ એ આકસ્મિક રીતે અનુભવ્યું હતું આ શોધ દ્વારા વિદ્યુત અને ચુંબકીય ઘટનાઓ વચ્ચે સંકલન હોવાની સૌપ્રથમ માહિતી મળી રહી.