ડચ સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી અને લેઇડનમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા.
તેણે વિદ્યુત, ચુંબકત્વ અને ગતિશાસ્ત્ર વચ્ચેના સબંધો શોધ્યા હતા.
ચુંબકીયક્ષેત્રના કારણે પ્રકાશના ઉત્સર્જકો (Emitters) પર જોવા મળેલી ચુંબકીય ક્ષેત્રની અસર (ઝીમાન અસર ) ને સમજાવવા તેણે પરમાણુમાં વિદ્યુતભારઓ હોવાની સંકલ્પના કરી હતી.
જે માટે તેને1902 માં નોબલ પારિતોષિક એનાયત થયું હતું।
તેણે ગૂંચવણભરી ગાણિતિક દલીલો વડે પરિવર્તન (Transformation) સમીકરણો આવ્યા હતા.
જે તેના માનમાં લોરેન્જ પરિવર્તન સમીકરણો તરીકે જાણીતા થયા
પરંતુ તે જાણતો ન હતો કે આ સમીકરણો અવકાશ અને સમયના નવા ખ્યાલ (concept) તરફ દોરી જશે.