અંતરીક્ષના વૈજ્ઞાનિક બનવા માટે શું કરવું ?

 અંતરીક્ષના વૈજ્ઞાનિક બનવા માટે શું કરવું ? 

અંતરિક્ષ વિજ્ઞાનની વાત આવે ત્યારે આપણને યુરી ગાર્ગરિન અને નીલ આર્મસ્ટ્રોંગ અને ભારતના એકમાત્ર અંતરીક્ષ યાત્રી રાકેશ શર્મા યાદ આવે છે. અંતરીક્ષ વૈજ્ઞાનિક બનવાનો મતલબ અંતરીક્ષયાત્રી એટલે કે કોસ્મોનોટ કે એસ્ટ્રોનોટ બનવું તેવો થાય. પરંતુ એક વ્યક્તિ અંતરીક્ષમાં જાય છે ત્યારે તેની પાછળ ધરતી ઉપર હજારો વૈજ્ઞાનિકોની મહેનત હોય છે એટલું જ નહીં પણ દૂર દૂર અંતરિક્ષમાં કૃત્રિમ ઉપગ્રહોને મોકલવા તેના પર રહેલા ઉપકરણો પર કાબુ રાખવો તેના દ્વારા મોકલેલા આંકડાઓનું વિશ્લેષણ કરવું વગેરે કાર્ય પૃથ્વી પર બેઠેલા અંતરીક્ષ વૈજ્ઞાનિકો જ કરતા હોય છે. કેટલાક વૈજ્ઞાનિકો અંતરીક્ષાયાનોની કાર્યપ્રણાલીને વિકસાવવાનું કામ કરતા હોય છે. તો કેટલાક વૈજ્ઞાનિક તેના દ્વારા મોકલાયેલા આંકડાઓને જુદા જુદા વિભાગોને પહોંચાડવાનું કામ કરતા હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અંતરિક્ષ વિજ્ઞાનમાં વિજ્ઞાનના વિભિન્ન ક્ષેત્રોમાં વિશેષજ્ઞાની જરૂર પડે છે. અંતરીક્ષ વિજ્ઞાનના ક્ષેત્રે ગણિત અને ભૌતિકશાસ્ત્રના ક્ષેત્રમાં ગ્રેજ્યુએટ થનાર માટે ઉજવળ ભવિષ્ય માટે કેટલાય નવા દ્વાર ખુલ્યા છે. દૂર સંવેદન સંબંધી આંકડાઓને સમજવા અને તેનું વિશ્લેષણ કરવા માટે ભૂવિજ્ઞાનના સ્નાતક સ્તરના વિદ્યાર્થીઓની માંગ વધતી જાય છે. સંયુક્ત રાષ્ટ્ર (યુનાઇટેડ નેશન્સ ) સાથે સંબંધ ધરાવતી સેન્ટર ફોર સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી એજ્યુકેશન ઇન એશિયા એન્ડ ધ પેસિફિક નામની સંસ્થા ભારતમાં નવેમ્બર 1995 થી કામ કરે છે.



 દહેરાદૂનની ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ રીમોટ સેન્સિંગના પરિસરમાં આ સંસ્થા તેમની પ્રયોગશાળા અને અન્ય સુવિધાઓનો લાભ મેળવે છે. ટેલિકોમ્યુનિકેશન અને સેટેલાઈટ વેધર સાયન્સના ક્ષેત્રમાં શૈક્ષણિક કાર્યક્રમ ચલાવવા માટે અમદાવાદમાં આવેલા અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC) ની મદદ લે છે અને અંતરિક્ષ વિજ્ઞાનને સંબંધિત કાર્યક્રમને ચલાવવા માટે અમદાવાદમાં જ આવેલી ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL)ની મદદ લે છે.

આ સંસ્થાનો મૂળ ઉદ્દેશ શિક્ષણ અને સંશોધનને સંબંધિત વૈજ્ઞાનિકોને પ્રશિક્ષણ આપવાનું છે કે જેથી એશિયા અને પ્રશાંત મહાદ્વીપ ક્ષેત્રના જુદા જુદા દેશો સ્પેસ સાયન્સ અને સ્પેસ ઇન્ડસ્ટ્રીઝ નો ઉપયોગ સામાજિક વિકાસ માટે કરી શકે એમ.એસ.સી થયા પછી જુદા જુદા કોર્સ નીચે પ્રમાણે છે.

(1l રિમોટ સેન્સિંગ એન્ડ જીઓગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ 

(2) સેટેલાઈટ કોમ્યુનિકેશન

(3)  સેટેલાઈટ મટીરીયલોજી એન્ડ ગ્લોબલ ક્લાઇમેટ

(4) સ્પેસ સાયન્સ

 વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશ વિશ્વવિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓને એમ. ટેકની ડિગ્રી આપવામાં આવે છે. આ દર વર્ષે પોસ્ટ ગ્રેજ્યુએટ પોસ્ટ ઇન સેટેલાઈટ મટિરિયોલોજી એન્ડ ગ્લોબલ ક્લાઇમેટ માટે 20 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે. આ કોર્ષ માટે આપેલા વિષયો સાથે એમ.એસ.સી થયેલા વિદ્યાર્થીઓ જ એડમિશન ફોર્મ ભરી શકશે. ભૌતિક વિજ્ઞાન, ગણિત, સમુદ્ર વિજ્ઞાન, ભૂગોળ,  દુર સંવેદન તથા સંબંધિત ક્ષેત્ર સાથે અરજી કરનારે પાંચ વર્ષ સુધીનો સંશોધન કે શિક્ષણના ક્ષેત્રમાં અનુભવ હોવો જરૂરી છે. આ અભ્યાસક્રમ અમદાવાદમાં અંતરીક્ષ ઉપયોગ કેન્દ્ર એટલે કે સ્પેસ એપ્લિકેશન સેન્ટરમાં ચલાવવામાં આવશે આ અભ્યાસક્રમમાં એશિયા અને પ્રશાંત મહાદ્વીપના દેશોના વિદ્યાર્થીઓ પણ જોડાઈ શકે છે.