Andre Ampere આંન્દ્રે એમ્પીયર

આંન્દ્રે એમ્પીયર(Andre Ampere) (1775-1836)




  •  આંન્દ્રે મેરી એમ્પીયર એ ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રી, ગણિતજ્ઞ અને રસાયણ શાસ્ત્રી હતા.
  • જેણે વિદ્યુત ગતિશાસ્ત્રના વિજ્ઞાનની શોધ કરી.
  • એમ્પીયર નાનપણથી વિલક્ષણ હતા. જે 12 વર્ષની ઉંમરે તો વિકસિત ગણિતમાં પારંગત હતા.
  • તેણે ઑર્સ્ટેડએ (oersted’s) કરેલી શોધનું મહત્વ સમજ્યા હતા.
  • તેણે વિદ્યુત પ્રવાહ અને ચુંબકત્વ  વચ્ચેનો સબંધ જાણવા માટે ઘણા બધા પ્રયોગોની હારમાળાનો અભ્યાસ કર્યો।
  • આ બધા પ્રયોગો ના પરિણામ સ્વરૂપે 1827માં 'ફક્ત પ્રયોગો આધારિત વિદ્યુત ગતિશાસ્ત્રની ઘટનાઓ વિશે ગણિતીય સિદ્ધાંત' (Mathematical theory electrodynamic phenomena deduced solely from experiments) પ્રકાશિત થયો.
  • તેણે પૂર્વધારણા કરી કે બધી ચુંબકીય ઘટનાઓ, વર્તુળમાર્ગી વિદ્યુતપ્રવાહોના કારણે હોય છે.
  • આંન્દ્રે એમ્પીયર વિનમ્ર અને ભુલકણા (બેધ્યાન) હતા.
  • એક વખત તે સમ્રાટ નેપોલિયને આપેલ જમણવારનું આમંત્રણ પણ ભૂલી ગયા હતા.
  • 61 વર્ષની ઉંમરે તે ન્યુમોનિયાના કારણે ગુજરી ગયા.
  • તેમની કબર પરના સમાધિ લેખમાં લખ્યું છે : - અંતે સુખી(Tander m Felix - Happy at Last)